સાબરકાંઠા : ઈડરના રાવોલ ગામે સરકારી સસ્તા અનાજને લઇ ગ્રામજનોનો હલ્લાબોલ

admin
1 Min Read

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા હાલમા ગરીબોનુ અનાજ બારોબાર વેચી મારવાનુ રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ ઝડપી પાડવામા આવ્યુ છે જેમા ૪૯ જેટલા નામ બહાર આવ્યા છે અને ૮ લોકોની ધરપકડ કરવામા આવી છે ત્યારે અનાજ કૌભાંડમા ઈડર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એજન્સી દ્વારા મુકવામા આવેલ શખ્સનુ નામ બહાર આવતા હડકંપ મચી છે ત્યારે હજુ આ વાતને બે દિવસ વીત્યા નથી અને ઈડર તાલુકાના રાવોલમા આ મામલે બૂમ ઉઠી છે અનાજ માફિયાઓને કોઈની બીક કે ડર રહ્યો નથી તેમ ઈડર તાલુકાના રાવોલ , કલ્યાણપુર , પેપલ્લા , ફાગોલ , કમાલપુર , મોવતપુરા જેટલા સાત ગામોને રાવોલ ગામે આવેલા સરકારી સસ્તા અનાજની દુકાન ફાળવવામા આવેલી છે જેના ઇન્ચાર્જ સંચાલક તરીકે મકવાણા પ્રતાપજી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે

આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામા આવી રહ્યા છે કે રાવોલ ગામે આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક દ્વારા પૂરતા પ્રમાણમા સરકારી સસ્તા અનાજનો જથ્થો આપવામા આવતો ન હોવાની બુમરાણ ઉઠવા પામી છે હાલમા ચાલી રહેલી રાજ્યવ્યાપી અનાજ કૌભાંડમા સસ્તા અનાજની દુકાનધારક સામે આંગળી ચીંધાઈ રહી છે ત્યારે ઈડરના રાવોલ ગામના સસ્તા અનાજની દુકાન સંચાલક સામે રાશન સગેવગે કરવાના સીધા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામા આવી રહ્યા છે

Share This Article