જુનાગઢ : રાજકારણીઓ કોરોનાની ત્રીજી લહેર ફેલાવવા તૈયારી બતાવી નિયમો ભુલાયા

admin
2 Min Read

વિસાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિસાવદર ના સુંદર બા બાગ હોલખાતે કારોબારી ની મીટીંગ નુ ગઈ કાલે આયોજન કરવામાં આવેલુ હતુ, કોરોના ની ત્રીજી લહેર દેશભરમાં ચાલી રહી હોય ત્યારે મિટિંગ મા માનવ મેવાડા ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમોના ખુલ્લે આમ ધજાગરા ઉડયા જોવા મળ્યા હતા અનેક લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા, સરકારના નિયમો ને નેવે મૂકી કારોબારી ની મીટિંગ યોજવામાં આવી હતી , મિટિંગમાં કોરોના ના નિયમ નેતાઓ ફરી ભૂલ્યા છે , કોરોના ની ત્રીજી લહેર ફેલાવવા નેતાઓ જાણે કે આવી મિટિંગો યોજતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ,

હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના દિગજ નેતાઓ મિટિંગમાં હાજરી જોવા મળી હતી, આવનારી ચૂંટણી ના ધમધમાટ ફરી શરૂ થતા રાજકારણીઓ માનવ જીવ ને જોખમમાં મુકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હવે જોવું એ રહ્યું કે નિયમોના ભંગ કરનાર દિગજ નેતાઓ પર તંત્ર કયા પ્રકારના પગલાં લે છે ?? આ કારોબારી મિટિંગ મા કોંગ્રેસ ના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલ તેમજ સોમનાથ જિલ્લા ના કોંગ્રેસ ના ધારાસભ્ય તેમજ જૂનાગઢ જિલ્લા ના કૉંગેસના ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયા તેમજ શહેર કૉંગેસ પ્રમુખ નયનભાઈ જોશી તેમજ તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના ચૂંટાયેલા સદસ્યો હાજર રહેલા આ તકે કોંગેસ ના આગેવાનો તેમજ કાર્યકરો બહોળી સઁખ્યાં માનવ મેવાડ મા હાજર રહ્યા હતા

Share This Article