અમરેલી: જાફરાબાદ નગરપાલિકાના ઉપ.પ્રમુખના વિસ્તારમાં આવેલા વોર્ડ-૭માં કામગીરી શરુ

admin
1 Min Read

જાફરાબાદ નગરપાલિકાના ઉપ.પ્રમુખના વિસ્તાર વોડૅ નંબર સાતમા એક અંહેવાલ બાદ સફળ કામ ચાલુ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી..અમરેલીના જાફરાબાદના વોડૅ સાતમા ધણા સમય થી ગંદકી હતી તે અંગે આ વિસ્તારના રહીશો દ્વારા ઉપ્રમુખ કબીર મોગલે ને રજુઆત કરી હતી

ત્યારે આ રજૂઆતના પગલે કબીર મોગલે દ્વારા પાલિકા પ્રમુખ કોમલબેન બારીયા તથા સરમણભાઇ બારૈયાને ચીફે ઓફિસર ચારુબેન મોરીને રજૂઆત કરતાં પાલીકા દ્વારા તાત્કાલિક બે ટ્રેક્ટર, એક જેસીબી, ૧૫ માણસો દ્વારા સફાઇનું કામ શરુ કરવામાં આવ્યું છે જેમાં બે દીવસમાં વોડૅ સાત સંપૂર્ણ રીતે સફાઈ કરી આપવામાં આવશે..

Share This Article