અમરેલી- બાબરાનાં હાથીગઠ ગામે લોકડાયરામાં થયો રૂપિયાનો વરસાદ

admin
1 Min Read

ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયા, ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોકડાયરાઓનું આયોજન થયું જ્યાં ડોલરનો વરસાદ થયો. હતો.


ત્યારે ફરી એકવાર આ બીજા ડાયરામાં પણ પૈસાનો વરસાદ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના બાબરાનાં હાથીગઠ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થવા પામ્યો છે. સમસ્ત જાદવ પરિવાર દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં દેવાયતભાઈ ખવડ અને અન્ય કલાકારો દ્વારા સંતવાણી અને દૂહાની રમજટ બોલવામાં આવી હતી. સંતવાણીમાં આવેલાં લોકો દ્વારા 10 થી 100ની ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સક્તિધામ આશ્રમનાં આઇશ્રી વાલબાઈમાં સહીત અનેક સાધુસંતો પણ સંતવાણીમાં હાજર રહ્યા હતા.

Share This Article