અમરેલી: રાજુલાના વાવેરા ગામમાં સર્વર ડાઉન

admin
1 Min Read

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે રેશનકાર્ડ ધારકો સર્વર ડાઉન થતાં મોટી સંખ્યામાં મજુર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે અત્યારે મજુરો પોતાની મજુરી કામ છોડીને વ્યાજબીભાવની દુકાને ઉભા જોવા મળે છે. તો સર્વર ડાઉન હોવાના કારણે મજૂર વર્ગમાં રોધ ભભૂકી ઉઠ્યો છે. રેશનકાર્ડ ધારકો નવ દિવસથી પરેશાન થઇ રહ્યા છે.

આમ તો કહેવાય છે કે સરકાર દ્રારા ગરીબ લોકોને વ્યાજબી ભાવથી અનાજ મળી રહે છે. પરંતુ આવુ અનેક વખત સરકાર જાહેર કરી ચુકી છે પણ આજે રાજુલાના અનેક ગામડાઓમા ગરીબ લોકો સવારથી લઈ સાંજ સુધી લાઈનોમાં રહે છે.  તો પણ અનાજ લીધા વગર ઘરે જવુ પડે છે. દુકાનદાર દ્વારા જાણવા મળ્યું છે કે નવ દિવસથી સર્વર ડાઉન હોવાથી ઉપરી અધિકારીઓને રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ મળતો નથી. ઉલ્લેખનીય છે કે મજુરો પોતાનો કામધંધો છોડી લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

Share This Article