અમરેલી : દિવાળીને અનુલક્ષીને વાહન ચેકિંગ હાથ ધરાયું , વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ

admin
1 Min Read

અમરેલી જીલ્લામા હાલ દિવાળીના તહેવાર અનુલક્ષીને સમગ્ર વિસ્તારમાં વાહન ચેકિંગ ઠેર ઠેર હાથ ધરવામાં આવી છે જેનાં ભાગ રુપે ધારી બગસરા રોડ હામાપુર બાયપાસ ખાતે  ટ્રાફિક ડ્રાઈવ ગોઠવીને ટુવિલર તેમજ ફોરવિલ ગાડી સહિત મોટા વાહનો મા પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને વાહનોના જરુરી કાગળ જેમાં  આર.સી.બુક પી.યુ.સી.હેલ્મેટ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે

ત્યારે હાલ પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતા વાહન ચાલકો મા ફફડાટ ફેલાઈ છે ત્યારે આશરે 40 ઉપરાંત ફોરવીલ વાહન ચાલકોની તપાસ કરતા તેમની પાસે જરૂરી પુરાવા સહિત તપાસી અને ગાડીની અંદર ડેકીમાં કોઇ પ્રતીબંધીય વસ્તૂ હેર ફેર થતી નથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે વાહનચાલકોમાં ગંભીરતાપૂર્વક ટ્રાફિકના નિયમોની કાળજી લેવામાં આવે તેવી સમજણ પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.

Share This Article