મહેસાણા :અજમલજી ઠાકોર 29026 મતથી જીત

admin
1 Min Read

ગુજરાતમાં 6 પેટાચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા ખેરાલુ બેઠકનું પરિણામ સામે આવ્યું છે. ખેરાલુમાં જીત મેળવીને ભાજપે ખાતુ ખોલાવ્યું હતું. ઉત્તર ગુજરાતની આ બેઠક પર ભાજપ (BJP) ના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી જંગ હતી. જેમાં અજમલજી ઠાકોર 29026 મતથી જીત્યાં છે.

ભાજપના અજમલજી ઠાકોરે 29026 મતે જીત હાંસલ કરી છે. પોતાની જીત પર અજમલજીએ કહ્યું કે, ખેરાલુની સીટ પર જીત વિકાસના મત પર મળી છે. તમામ ભાજપના કાર્યકર અને મતદારોનો હું આભાર માનું છું. ત્યારે ખેરાલુમાં અજમલજી ઠાકોરની જીત માટે ભવ્ય સરધસ નીકળ્યું હતું. તમને જણાવી દઈએ કે અજમલજી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના રહેવાસી છે. તેઓ ગ્રામ સેવક પણ રહી ચૂક્યા છે. છેલ્લાં 6 વર્ષથી ખેરાલુ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે. ખેરાલુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે પણ છે.

Share This Article