અમરેલી- ગીરના ભાડ ગામે 5 સિંહો ઘુસ્યાનો વિડીયો થયો વાયરલ

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ભાડ ગામે 5 સિંહો ઘુસ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. મોડી રાત્રે ગામમાં 5 સિંહોએ ઘૂસીને વાછરડાનો શિકાર કર્યો હતો.

Amreli: Video of 5 lions entering Bhad village of Gir went viral

ગામના પાદરમાં બેસેલ વાછરડાનો સિંહોએ શિકાર કર્યો હતો. મિતિયાળા અભ્યારણને અડીને આવેલા ભાડ ગામમાં સિંહોએશિકાર કરેલ હતો. 5 સિંહોએ શિકારને ઢસડીને બાજુના ખેતરમાં લઈ જઈ મિજબાની માણી હતી. છેલ્લા થોડા સમયથીરેવેન્યુ પંથકના ગામડાઓમાં ટોળા સ્વરૂપે સિંહો ઘૂસીને શિકાર કરે છે. શિકારની શોધમાં ગામમાં ઘૂસી પ્રાણીઓના શિકાર કે છે. સિંહો શિકારની મિજબાની માણતા હોય તેવો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Article