અમરેલી- ગર્જના કરતા ડાલામથ્થો સિંહનો વીડિયો વાયરલ

Subham Bhatt
1 Min Read

Amreli: Video of roaring Dalamaththo lion goes viral

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી પંથકમાં ગર્જના કરતા ડાલામથ્થો સિંહનો વીડિયો વાયરલ થયો છે. ઉનાળાના બળબળતા બપોરે સિંહની ગર્જનાઓથી બૃહદનું જંગલ ગુંજી ઉઠ્યું હતું. લીલીયાના બૃહદજંગલના ક્રાકચ વિસ્તારનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે સોસીયલ મીડિયામાં સિંહનો વીડિયો શેર કર્યો હતો.

Share This Article