અમરેલી-સાવરકુંડલાના ખડસલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાસ કરીનેઓવર સ્પીડ અને ગફલત ભર્યા ડ્રાઇવિંગને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં ઘણી વખત લોકોનાજીવ પણ જતાં હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે.

An accident occurred between two cars near Khadsali in Amreli-Savarkundla

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલીનજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ ખડસલી ગામનાપાટીયા પાસે બે કાર સામસામી ટકરાઈ હતી. કારમાં સવાર 4 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં3 ને સામાન્ય ઇજાઓ પહોચી છે, જ્યારે એક ની હાલત ગંભીર જોવા મળી રહી છે. 108 દ્વારા ઇજાગ્રસ્તોને પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી રીફર કરાયા હતા.

Share This Article