
દાહોદ તાલુકાના જેકોટ નજીક હાઇવે પર એમ્બ્યુલન્સનું ટાયર ફાટતા નડ્યો અકસ્માત: સદભાગ્યે કોઇ જાનહાનિ ના થવા પામી.દાહોદ તાલુકાના જેકોટ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મૃતદેહ લઈને આવતી એમ્બ્યુલન્સનું ટાયર ફાટતા અકસ્માતનડયો હતો. જેમાં એમ્બ્યુલન્સ ક્ષતિગ્રસ્ત થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના અડાલજ થીમધ્યપ્રદેશના મેઘનગર ખાતે મૃતકના મૃતદેહને લઇ જઈ રહેલી Gj-01-FT-9755 નંબરની એમ્બ્યુલન્સનો દાહોદ જિલ્લાના જેકોટ ગામે હાઇવે પર આગળનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એમ્બુલન્સ ડિવાઈડર સાથેઅથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એમ્બુલન્સ ગાડી ક્ષતિગ્રસ્ત થવા પામી હતી. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન બનવા પામતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
