ખાનગી શાળાઓનો મહત્વનો નિર્ણય, આવા વિદ્યાર્થીઓને આપશે ફ્રીમાં શિક્ષણ

admin
1 Min Read

ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ હજી પણ સ્કૂલો-કોલેજો બંધ છે. ત્યારે 8 હજાર સ્કૂલોને લઈને એક નિયમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહાબિમારીના કારણે મૃતક વાલીઓના સંતોનોને ફ્રી શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે. આ નિયમ ગુજરાતની 8 હજાર સ્કૂલોને લાગૂ પડશે. કોરોનામાં મૃત્યુ પામેલા વાલીના સંતાનોને ફ્રી એજ્યુકેશન આપવાની જાહેરાતથી બાળકોને મહંદઅંશે ઘણી મદદ મળી રહેશે.

આ નિર્ણય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેવાયો છે. ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુનો દસ્તાવેજ જે તે સ્કૂલમાં જમા કરાવવું પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદની જાણીતી 40થી વધુ સ્કૂલોના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સંચાલકો મૃતક કોરોના વોરિયર્સના બાળકોને ફી લીધા વગર જ ભણાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.. એઓપીએસમાં પ્રસ્તાવ રજૂ કરાયા બાદ મોટા ભાગની સ્કૂલોએ બાળકોને ફી વગર જ અભ્યાસ કરાવવાની તૈયારી દર્શાવી છે. આવનારા સમયમાં આ મુદ્દે સ્કૂલોની સંખ્યા પણ વધી શકે છે.

Share This Article