અનન્યા પાંડેને મળી ડાયરેક્ટર તરફથી ભેટ

admin
1 Min Read

એકટ્રેસ અનન્યા પાંડે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2’થી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી ચુકી છે. આ ફિલ્મમાં અનન્યાના કામની ખુબજ પ્રશંસા કરવામાં આવી છે, હાલ અનન્યા તેની બીજી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પણ તેની સાથે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અનન્યાની શાનદાર એક્ટીંગ જોઈને ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ ખુશ થયા હતા. એટલું જ નહી અનન્યા પાંડેને 500 રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા હતા.તે જ્યારે કાર્તિક આર્યન સાથે શૂટિંગ કરી રહી હતી. આ સીનમાં તેના ફાળે કોઈ ડાયલોગ હતો નહી તેણે ફક્ત કાર્તિકના ડાયલોગ પર રિએક્ટ કરવાનું હતુ. જે સામાન્ય રીતે ખુબજ અઘરૂ કહેવાય છે. શોટ પૂરો કરીને મુદસ્સર સરે તેની ભરપેટ પ્રશંસા કરી હતી. ત્યાર પછી 500 રૂપિયાની નોટ ભેટમાં આપી હતી……

આપને જણાવી દઈએ કે ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર કરી રહ્યા છે. ફિલ્મમાં જ્યાં એક બાજુ કાર્તિક આર્યન, ચિન્ટુ ત્યાગીનો રોલ પ્લે કરે છે તો બીજી બાજુ ભૂમી પેડનેકર તેની પત્નીનો રોલ નિભાવશે, ફિલ્મમાં અનન્યા પાંડે કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવી રહી છે. આ રોમેન્ટીક કોમેડી ફિલ્મ 6 ડિસેમ્બર 2019ના રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના સેટ પર કાર્તિક આર્યન અને અનન્યા પાંડેના લુક બહુ સમય પહેલા જ સામે આવી ચુક્યા છે.

Share This Article