અંડે કા ફંડા : આ શખ્સે એક ઉપર એક ઈંડુ મૂકીને બનાવ્યો ટાવર…જુઓ વીડિયો

admin
1 Min Read

આઓ શીખાઉં તુમ્હેં અંડે કા ફંડા યે નહીં પ્યારે કોઈ મામૂલી બંદા આ ગીત તો આપણે સૌએ કદાચ સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે આપને એક એવા વ્યક્તિ અંગે વાત કરવાના છીએ જે ઈંડાના આ ફંડાને સારી રીતે સમજી ગયો છે. જેનું નામ મોહમ્મદ મુકબલે છે.

લોકો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવા માટે અવનવા કરતબો કરતા હોય છે. ત્યારે મોહમ્મદ મુકબેલે નામના શખ્સે એક ઉપર એક ઈંડા મૂકીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું છે. હાલમાં જ એક વ્યક્તિએ ઈંડાની ઉપર ઈંડા બેલેન્સ કરીને દુનિયાને ચોંકાવી દીધા છે. આ નવો રેકોર્ડ બનાવનાર વ્યક્તિ મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરનો રહેવાસી છે.

મોહમ્મદ મુકબલે 10મી એપ્રિલ 2020ના રોજ એક ઉપર એક એમ કુલ 3 ઈંડા મૂકીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. મુકબલે તમામ ઈંડાને સેન્ટર ઓફ માસને આધારે એક ઉપર એક ગોઠવી દીધા. ઈંડાની આ બિલ્ડિંગ આજે એક નવો રેકોર્ડ બની ગઈ છે.

 

https://www.instagram.com/p/CBTk4LbgVbK/?utm_source=ig_web_copy_link

Share This Article