ગુજરાતમાં ચીન સામે ભભૂક્યો રોષ, ચાઈનીઝ પ્રોડક્ટની તોડફોડ કરી કર્યો બહિષ્કાર

admin
1 Min Read

LAC પર ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જેટલા જવાનો શહીદ થયા બાદ ચીન વિરુદ્ધ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. દેશ સહિત ગુજરાતમાં પણ અનેક ઠેકાણે ચીન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતમાં તો લોકોએ ટીવી સહિત અન્ય ચાઈનીઝ પ્રોડક્ટોને તોડીને પોતાનો આક્રોષ ઠાવલ્યો છે.

મળતી માહિતી મુજબ, લદ્દાખની ગાલવન નદી પાસેની ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં ચીની સેનાની આ કરતૂત પર ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં લોકોએ રસ્તા પર ઉતરી ચીની રાષ્ટ્રપતિના બેનરો અને ફોટો સળગાવ્યા હતા. તેમજ ચીની સામાનને આગના હવાલે કરી દઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સુરતનાના વરાછા વિસ્તારના લોકો ચીનની સાથે ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

જે અંતર્ગત સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પંચ રત્ન બિલ્ડિંગના રહેવાસીઓએ ચાઈનીઝ ટેલિવિઝનને બિલ્ડિંગ પરથી ફેંકીને તોડ્યુ હતું. સ્થાનિકોએ ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની શપથ લીધી અને લોકોને પણ આ માટે અપીલ કરી હતી. આ સાથે ભારતીય સેનાના શહિદ જવાનોને શ્રદ્ધાજંલિ પણ અર્પણ કરી હતી.

Share This Article