સુરત અને તાપીમાં ખેડૂતોને ડિસ્ટ્રીક્ટ બેન્ક આપશે મોટી રાહત

admin
1 Min Read

એકબાજુ રાજ્યમાં ખેડૂતોની હાલત દયનિય હોવાનું સામે આવી રહ્યું છે. કુદરતી આફતના કારણે પાકને મોટાપાયે નુકશાન થતાં ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે.તો બીજીબાજુ ખેડૂતોને પાકનું યોગ્ય વળતર ન મળતુ હોવાની પણ ફરીયાદો અનેકવખત સામે આવી છે.

તેવામાં સુરત અને તાપી જિલ્લાના ખેડુતોની સુરત ડિસ્ટ્રીકટ બેન્ક ખેડૂતો પર ઓવારી ગઈ છે. બેંકે  111 વર્ષ પૂણ કરીને 112 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ તબક્કે બેન્ક દ્વારા ખેડુતોને બિયારણ તેમજ જંતુનાશક દવા ખરીદવા માટે સહાયભૂત  થવા કોવિડ-૧૯માં સ્પેશિયલ લોન અપાશે.

જૈ પૈકી બન્ને જિલ્લાના 17,000 કિસાન ક્રેડીટ કાર્ડધારક ખેડુતોને રૃા.50,000 ની લિમિટમાં પાંચ વર્ષ માટે લોન આપવાની શરૃઆત કરી છે. આ અંગે બેંકના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, બેન્ક ખેડુતો, પશુપાલકો સહિતના નાના વેપારીઓના વિકાસ માટે વર્ષે 6130 કરોડની થાપણો સામે 2960 કરોડનું ધિરાણ પુરુ પાડે છે.

500 કરોડના આંતરિક ભંડોળ સાથે શૂન્ય ટકાનું નેટ એનપીએ ધરાવે છે. 31 મી માર્ચ સુધીમાં બેન્કે 70 કરોડનો કાચો નફો અને 16 કરોડનો ચોખ્ખો નફો ધરાવે છે. બેંક સુરત અને તાપી જિલ્લામાં 111 શાખા સાથે 111 એટીએમ અને 11 લાખથી વધુ સભાસદો ધરાવે છે.

Share This Article