તાલુકાના થેરવાડા ગામ ખાતે એસ.ટી.બસ ના રોકાતા વિદ્યાર્થીમા રોષ ભભૂકી ઉઠ્યો હતો.બાદમાં વિદ્યાર્થીઓએ બસ રોકી બસ ઉપર ચડી હંગામો મચાવ્યો હતો. બાદમાં ડેપો મેનેજર દ્રારા આ માર્ગે સમયસર બસ પહોંચશે તેવી હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો હતો.ડીસા તાલુકાના થેરવાડા ગામ ખાતે સ્થિત બસ સ્ટેશન પર સોમવારે સવારે વિદ્યાર્થીઓ ઉભા હતા. આ દરમિયાન આ માર્ગેથી પસાર થતી એસ.ટી.ડ્રાઈવરે બસના રોકતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને બાદમાં પાછળથી પસાર થતી બસને રોકી બસ પર ચડી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો.બનાવની જાણ ડીસા ડેપો મેનેજર રમેશ ચૌધરીને થતાં તેઓ તાત્કાલિક વિદ્યાર્થીને ડેપો ખાતે બોલાવી સવારે નીકળતી ત્રણ બસો સમયસર કરશે અને જરૂર પડે એક બસ વિધાર્થીઓ માટે અવર જવર કરશે તેવી હૈયા ધારણા આપતા મામલો શાંત પડ્યો હતો.