અંકલેશ્વર જીઆઇડીસીમાં લાગી ભીષણ આગ

admin
1 Min Read

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. બંધ હિમસન કંપનીના શેડમાં સર્વાઇવલ ટેક્નોલોજીના ગોડાઉનમાં સોલ્વન્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં રવિવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં સોલ્વન્ટનાં ડ્રમ હવામાં ઉછળ્યા હતા. તો ધડાકા વચ્ચે 40 થી 50 ફૂટ સુધી અગનજવાળાઓ જોવા મળી હતી. જોકે સદનશીબે કોઈ જાનહાની નહિં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. 1 કલાકની જહેમતે આગ પર અંશતઃ કાબુ મેળવાયો હતો. સ્થળ પર દોડી આવેલા 6 જેટલા ફાયર ટેન્ડરો વડે આગ 2 કલાકે સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતી.ઉલેખનીય છે કે જોતા જોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં સોલ્વન્ટના ડ્રમ બોમ્બની જેમ ફાટતાં એક તબક્કે દહેશત ઉભી થઈ હતી. આગની ચપેટમાં આખું ગોડાઉન આવી જતાં આગની જ્વાળાઓ 40 થી 50 ફૂટ ઉંચે સીધી જોવા મળી હતી. આ અંગે ડીપીએમસીની ફાયર ટીમને જાણ થતાં 6 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ઘટના સ્થળે દોડી આવી આગ પર 1 કલાકની જહેમતે કાબુ લીધો હતો. જો કે આગ સંપૂર્ણ કાબુમાં 2 કલાક બાદ આવી હતી. આગમાં કોઈ જાનહાની સર્જાય નહોતી. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. આગની ઘટનાના પગલે એ.આઈ.એના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Share This Article