શાળા-કોલેજો ખોલવાને લઈ માનવ સંસાધન મંત્રીની જાહેરાત

admin
1 Min Read

કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો.

આ ચર્ચાઓની વચ્ચે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ નિશંક પોખરિયાલે આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે આગામી 15 ઓગષ્ટ 2020 બાદ શાળા-કોલેજીસને ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને આ સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ, માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, સ્કૂલો અને કોલેજોને ઓગસ્ટ 2020 બાદ ફરીથી ખોલવામાં આવશે. સંભવતઃ 15 ઓગસ્ટ 2020 બાદ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે.

ડૉ. રમેશ પોખરિયાલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ’15 ઓગસ્ટ સુધી તમામ પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.’ આપને જણાવી દઇએ કે આ સંબંધિત દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકને સ્કૂલ ફરીથી ખોલવા અંગેની યોજના પર પત્ર લખ્યો હતો.

 

Share This Article