ગુજરાતમાં કોરોનાના વધુ 498 પોઝિટિવ કેસ નોંધાયા

admin
1 Min Read
This photo taken on February 18, 2020 shows members of a police sanitation team spraying disinfectant as a preventive measure against the spread of the COVID-19 coronavirus in Bozhou, in China's eastern Anhui province. - The death toll from China's new coronavirus epidemic jumped past 2,000 on February 19 after 136 more people died, with the number of new cases falling for a second straight day, according to the National Health Commission. (Photo by STR / AFP) / China OUT (Photo by STR/AFP via Getty Images)

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 498 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 498 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 19617 થઈ ગઈ છે.

બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 313 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 29 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1219 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 13324 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 289,  સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા-પાટણમાં 6-6 કેસ નોંધાયા છે. તો સાબરકાંઠા-કચ્છમાં 5-5 પોઝિટિવકેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા-આણંદ-ગીર સોમનાથ-નવસારીમાં 2-2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  હાલ રાજ્યમાં કુલ 5074 એક્ટિવ કેસ છે જે પૈકી 61 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5013 દર્દી સ્ટેબલ છે.

Share This Article