2017ની વિધાનસભાની ચૂંટણી બાદથી કોંગ્રેસની પડતી

admin
1 Min Read

ગુજરાતમાં છેલ્લા અઢીવર્ષમાં અનેક રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, જેમાં સૌથી વધુ નુકશાન કૉંગ્રેસને થયું છે, ડિસેમ્બર 2017ની વિધાનસભા ચૂંટણી બાદ આગામી ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 18 બેઠકોની પેટા ચૂંટણી થશે..

જયારે બે બેઠકો પર કોર્ટ મેટર હોવાથી તે પણ અનિશ્ચિત છે,અગાઉ 2019માં 10 બેઠકોની પેટા ચૂંટણી થઈ હતી, હવે બીજા 8 કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતા વધુ 8 બેઠકોની પેટા ચૂંટણી ડિસેમ્બર સુધી યોજાશે.

કોંગ્રેસ તૂટવાની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. લિસ્ટ ગણીએ તો લાંબુલચક છે, જે બતાવે છે કે કોંગ્રેસનું મોવડી મંડળ પોતાના ધારાસભ્યોને સાચવવામાં અસફળ રહ્યું છે. જેનો લાભ ભાજપ લઈ જાય છે.

ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે કુલ 15 ધારાસભ્યો ગુમાવ્યા છે. ત્રણ વર્ષમાં ભાજપના ત્રણ અને એક અપક્ષ મળીને કુલ 10 પેટાચૂંટણીઓ થઇ છે અને હવે કોંગ્રેસના ધારાસબ્યોએ અધવચ્ચે રાજીનામું આપી દેતા 6 મહિનામાં બીજી આઠ બેઠકોની પેટાચૂંટણી થવાની છે.

Share This Article