વધુ એક વિદેશી કંપની રિલાયન્સ જિયોમાં કરશે અધધધ..રોકાણ

admin
1 Min Read

અમેરિકાની મલ્ટીનેશનલ કંપની ઈન્ટેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મમાં 1894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સમાં ઇન્ટેલ કેપિટલ 0.39 ટકા ભાગીદારી બનાવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેવા મુક્ત બન્યા પછી મુકેશ અંબાણી જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ ચાલુ છે. કુલ 12 રોકાણો દ્વારા, Jio પ્લેટફોર્મ્સ પર 25.09 ટકા ઇક્વિટી માટે 1,17,588.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોમાં વિદેશી કંપની દ્વારા આ 12મું રોકાણ છે. અગાઉ ફેસબુક, સિલ્વર લેક, એડીઆઈએ, ટીપીજી, એલ કેટરોન, પીઆઈએફએ જિયોમાં રોકાણ કર્યું છે. ઈન્ટેલ ટેકનોલોજી સેક્ટરની અગ્રણી કંપનીઓમાંથી એક છે. ઈન્ટેલ કેપિટલ 5જી ક્લાઉડ કમ્યૂટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા સેક્ટરમાં કામ કરનારી કંપનીઓમાં રોકાણ કરે છે. વર્ષ 1991 બાજથી ઈન્ટેલ કેપિટલે દુનિયાભરમાં 1,582 થી વધારે કંપનીઓમમાં 12.9 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

Share This Article