અમરેલી-સિંહોની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્તગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાંહોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં સિંહોનીપજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. શેત્રુજી ડિવિઝનમાં સિંહની ક્રૂરતા પૂર્વક પજવણી કરવામાંઆવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. 2 ડાલામથ્થા સિંહો પાછળ ફોરવહીલ વાહન ક્રૂરતા પૂર્વક દોડાવતા પજવણીખોરો. સિંહને કચડી નાખવાના જ ઇરાદે ફોરવહીલ વાહન પુરપાટ પાછળ દોડાવાયું હતું.

Another video of Amreli-Lions harassment came to light

સિંહો સાથે ક્રુરતાની મર્યાદા ઓળંગતો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોની સુરક્ષાનીગુલબાંગો ફેંકતા વનતંત્ર સામે પજવણીખોરોની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો હોવાનો વિડીયો વાયરલ.વનવિભાગ ત્વરિત સિંહો પાછળ અતિ ક્રૂરતાપૂર્વક વાહન દોડાવનારાને પકડી પાડે તેવી સિંહપ્રેમીઓનીલાગણીઓ. રાજુલાના બર્બટાણામાં સિંહ પાછળ ટ્રેકટર દોડાવનારા પજવણીખોરો પકડયા નથી ત્યાંવધુ સિંહોની પજવણીનો વીડિયો આવ્યો સામે. શેત્રુજી ડિવિઝનના જેસર પંથકનો વીડિયો હોવાનું અનુમાન.

Share This Article