પત્રકાર એશોસિયેશન દ્વારા આવેદનપત્ર અપાયું

admin
1 Min Read

ગુજરાતમાં  છેલ્લા ઘણા સમયથી પત્રકારો ઉપરના હુમલામાં સતત વધારો થઈ રહ્યો છે. અને અવાર નવાર પત્રકારો ઉપર હુમલા થવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે.ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લા માં નામાંકિત પત્રકાર અને કેમેરામેન નું અપહરણ કરી હીંચકારો હુમલો કર્યા નો બનાવ પ્રકાશમાં  આવ્યો છે.ત્યારે આ ઘટના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.અને સમગ્ર પત્રકાર આલમે આ ઘટનાને  સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.ત્યારે હારીજ, સમી,શંખેશ્વર,  તાલુકા  ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા એશોસિયેશનદ્વારા આજરોજ હારીજ મામલતદાર શ્રી ને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને હુમલાખોર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર દ્વારા પત્રકારો ને રક્ષણ મળે તેવો કાયદો અમલમાં લાવવામાં આવે એવી માંગ કરી હતી.

Share This Article