Connect with us

પંચમહાલ

પંચમહાલ-લાંચ કેસમાં પકડાયેલ ટીડીઓના રિમાન્ડ મંજૂર

Published

on

પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે થયેલી એસીબીની ટ્રેપમાં પકડાયેલા તાલુકા વિકાસ અધિકારી સહિત બીજા ત્રણ શખ્સોને રીમાન્ડ મળતાં સીબીઆઇ દ્વારા તપાસ અર્થે શહેરા તાલુકાના પંચાયત કચેરી ખાતે લઈ અવાયા હતા. શહેરા તાલુકા પંચાયત ખાતેનું બહુચર્ચિત ACBની સફર ટ્રેપમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારી દ્વારા બે લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબી દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા હતા જે લઈ ACB શાખાને 4 દિવસ ના રિમાન્ડ મળ્યા હતા જોકે રિમાન્ડ મળતા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય ત્રણ સામેના કેસ ને વધુ મજબૂત બનાવવા તેઓને શહેરા તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.

આ બાબતે સધન તપાસ ACB દ્વારા કરવામાં આવી રહી છે. જે તે શાખાના અધિકારીઓમાં લાગતા વળગતા ચેમ્બરમાં વધુ તપાસ કરવામાં આવી હતી. અને તાલુકા વિકાસ અધિકારી આગળના બિલોની ચકાસણી કરવામાં આવી હતી. વધુ ચર્ચાનો વિષય તો એ બને છે કે આટલી મોટી રકમ શેના માટે મંગાવ્યા માં આવી હશે અને આટલી મોટી રકમ શાના માટે આપવામાં તૈયાર થયા હતા કે આગળ પણ આવી કોઈ રકમ આપવામાં આવી હશે કે કેમ એ લોકમુખે ચર્ચાએ જોર પકડી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંચમહાલ

પંચમહાલ-દિવ્યાંગોએ પોતાની માંગણીને લઇને આવેદનપત્ર આપ્યું

Published

on

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે જીલ્લા કલેકટર કચેરીએ દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશની આગેવાની હેઠળ જીલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ. આવેદનપત્રમાં દિવ્યાંગો દ્વારા પોતાની માગણીઓની રજુઆત કરવામા આવી હતી. જેમાં દિવ્યાંગોને રોજગાર, સરકારી નોકરી ભરતી સહીતની મુદાને લઈને રજુઆત કરવામા આવી હતી. તંત્રને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે દિવ્યાગોને માસિક પેન્શન આપવામા આવે, જે વ્યકિત દિવ્યાંગ હોય તેને ધારાધોરણ મુજબ ૦થી ૧૬ના સ્કોર ની બીપીએલ યાદીમાં સામેલ કરવુ,

દિવ્યાંગોને કોમ્યુટર ઓપરેટર, કારકુન, લીફ્ટમેન, આંગણવાડી મદદનીશ જેવી જગ્યાઓ ઉપર દિવ્યાગની ભરતી થવી જોઈએ.સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં ફરજ બજાવતા દિવ્યાંગોને પુરા વેતનમાં સમાવેશ થવો જોઈએ.દિવ્યાગોને પ્રધાનમંત્રી આવાસ યોજનામા લાભ આપવો જોઈએ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી પ્રતિનિધિતીતિવ મળી રહે તેવી માગંણી તેમજ અનામતની અમલવારી થાય તેવી જરુરી છે.દિવ્યાંગ વ્યક્તિના બાળકોને શાળાઓમા ફીમાં માફી તેમજ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામા આવે તેવી રજુઆત કરી હતી. આવેદનપત્ર આપવા જીલ્લા કક્ષાના મોહનભાઈ પગી સહિતના દિવ્યાંગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ- JCI એ પોલીસ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરી

Published

on

પંચમહાલ જિલ્લાના હાલોલમાં શરદ પૂર્ણિમાની રાત્રે JCI Halol દ્વારા પોલીસ કર્મીઓ સાથે દૂધ પૌઆની મિજબાની માણી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. શરદ પૂર્ણિમા નિમિત્તે જ્યારે સમગ્ર સમાજ પોતાના પરિવાર સાથે દૂધ પૌઆ ખાઈને તહેવારની ઉજવણી કરતા હોય છે

ત્યારે જીસિઆઈ હાલોલ દ્વારા સમાજની સતત સેવા કરતા અને પોતાના પરિવારની ચિંતા ના કરતા આપણી સુરક્ષા માટે દિવસ રાત જાગતા રહી સેવા કાર્ય કરતા પોલીસ કર્મીઓ સાથે દૂધ પૌઆની મિજબાની માણી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.સાથે સાથે હાલોલ ખાતે ઘર બાર વિનાના ગરીબ અને રસ્તે રઝળતા લોકોને પણ દૂધ પૌઆ ખવડાવી સંવેદન શીલતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં જીસિઆઈ હાલોલના પ્રેસિડેન્ટ વિરેન ભાઈ જોષી અને ડિરેક્ટર રાકેશ ભાઈ વાળંદ સાથે યોનિક ભાઈ પટેલ દ્વારા આ સારી કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમા બજરંગ દળના ગોધરા વિભાગના સંયોજક જલ્પેશ ભાઈ સુથાર પણ હાજર રહ્યા હતા.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ-પરણિતાની લાશ પાનમ નદીમાથી મળી

Published

on

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલૂકાના રસુલપુર ગામની પરણિતાની લાશ પાનમ નદીમાથી મળતા ચકચાર મચી ગયો છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકા સંતરોડ પાસેથી પસાર થતી પાનમનદીમાંથી રસૂલપુરની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોચી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈને અનેક તર્કવિર્તકો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર મોરડુંગરાના રેખા બેન પ્રતાપ ભાઈના લગ્ન મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે તેના લગ્નસામાજિક રીતરિવાજ પ્રમાણે અંદાજે છ સાત વર્ષ અગાઉ તેમના લગ્ન કરવામાં આવ્યા હતા.

તેમની લાશ પાનમ નદીમાં સંતરોડ બ્રિજ નીચે એક મહિલાની લાશ પાણીમાં તરતી જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી. ફાયર ફાઈટર ના જવાનોની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં. જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મહિલાની હત્યા કે પછી આત્મહત્યા એ તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે

Continue Reading
ગુજરાત4 weeks ago

ભારત-કંગનાના નિવેદન પર અનેક રાજકીય આગેવાનોએ પ્રતિભાવો આપ્યા

ગુજરાત2 weeks ago

ગુજરાત-સરકારી ભરતી માટે તૈયારી કરતાં ઉમેદવારો

ગુજરાત4 weeks ago

ભારત-વિશ્વની 6 મોટી કંપનીઓની જાહેરાત-2040થી પેટ્રોલ, ડીઝલની ગાડી નહીં બનાવે

ગુજરાત2 weeks ago

ગુજરાત-દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે

ગુજરાત4 weeks ago

ગુજરાત-દ્વારકાના સલાયામાં બે શખ્સોનાં ઘરમાંથી 46 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત2 weeks ago

ગુજરાત-રાજયમાં 4.55 કરોડને પહેલો, 3.24 કરોડને બન્ને ડોઝ આપી દેવાયા

ગુજરાત4 weeks ago

ગુજરાત-દિવાળીની રજાઓ બાદ રાજ્યમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા

ગુજરાત2 weeks ago

ભારત-આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા પરત લેવાશે

Trending