ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું

admin
1 Min Read

આસો મહિનાના શુક્લ પક્ષની દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજય દશમીનો પર્વ અસત્ય ઉપર સત્યની જીત તરીકે પણ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન એ સંકેત આપે છે કે સકારાત્મક શક્તિ હંમેશા નકારાત્મક ઊર્જા પર જીતે છે. વિજયા દશમીને વણજોયું મુહૂર્ત પણ કહે છે. આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન કરવામાં આવે છે તો તેમાં પૂર્ણ સફળતા મળે છે. વિજયા દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો પણ સફળ થાય છે. ત્યારે મહીસાગર જીલ્લામાં પણ વિજયા દશમીની ઉઅજાવાની કરવામાં આવી છે. વીરપુર તાલુકામાં જમજર માતાજીના મંદિરે દશેરા નિમિતે બાલાસિનોર તેમજ વીરપુર સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજા કરી હતી. જેમાં બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અને મહીસાગર જીલ્લા મત વિસ્તારના ધાસસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તા બાદ વીરપુરમાં અલગ અલગ જગ્યાઓ પર ફાફડા અને જલેબીના સ્ટોલો પર જોવા મળ્યા હતા. અને સ્ટોલ પર ભારે લાઈનો લાગી હતી.

Share This Article