ધારીમાં માતાએ બાળક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

admin
1 Min Read

ધારીના નતાળીયા નદીમાં એક મહિલાએ પુલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તાત્કાલિક મળેલ મદદને કારણે તેણી ડૂબતી હાલતમાંથી મહિલાને ઉગારી લેવાય હતી પણ ૪ માસની બાળકીનું મોત નીપજ્યું હતું ધારી  તાલુકાના ગોપાલગ્રામ ખાતે સાસરે રહેતી પ્રફુલ્લાબેન ગોસ્વામી નામની પરિણીતાએ ધારી સીવીલ હોસ્પિટલ પાસેની પાણીથી ભરચકક નતાળીયા નદીમાં પુલ પરથી ૪ માસની બાળકી સાથે છલાંગ લગાવી હતી. આ સમયે ડોકટર વિનોદ વાઘેલા નજરે નિહાળી જતા તાત્કાલિક મદદ માટે દવાખાના તરફ દોડી આવ્યા હતા અને ઉપસ્થિત અબુભાઈ ડ્રાઈવર અને ઓટોરિક્ષા ચાલક પરેશ દેવમુરારીને વાત  કરતા ક્ષણભર સમય બગાડયા વગર જ આ બંને પુલ પરથી જ પાણીમાં પડ્યા હતા. પ્રફુલ્લાબેનને આબાદ બચાવી લીધા હતા. પરંતુ બાળકી ઉંડા પાણીમાં ગરક થઇ જતા મૃત્યુ પામી હતી. આ વાતની જાણ કરાતા સાધુસમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈ, જનકગિરિ, હસમુખગિરિ દવાખાને મદદ માટે દોડી ગયા હતા.

Share This Article