ધાનેરાના આલવાડાના ડેપ્યુટી સરપંચ પર હુમલો

admin
1 Min Read

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ પર હુમલો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ સોમાભાઈ માળી પર ગામના જ એક શખ્સે હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ડેપ્યુટી સરપંચને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડેપ્યુટી સરંપચના જણાવ્યા મુજબ ગામમાં પારસમલ શાહની દુકાન આગળ પંચાયતનું કામ ચાલતુ હતું. ત્યારે વારંવાર સિમેન્ટની બોરીઓની ચોરીઓની ઘટના બનતા પૂછવા જતા પારસમલે ઉશ્કેરાઈને મારા પર હુમલો કરી દીધો હતો. તે મને દુકાનમાં ખેંચીને મારવા લાગ્યો હતો, જોકે આસપાસના લોકો આવી જતા તેમણે મને છોડાવ્યો હતો. મહત્વનું છે કે, હાલમાં ડેપ્યુટી સરપંચની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, ગામના ઈસમ દ્વારા ડેપ્યુટી સરપંચ પર હુમલો કરી માર મારવામાં આવતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેમજ ડેપ્યુટી સરપંચની ફરીયાદના આધારે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Share This Article