કચ્છના અંજારમાં બે લોકો પર હુમલો

admin
1 Min Read

કચ્છના અંજાર ગામે અજ્ઞાત વ્યક્તિએ ઘરમાં ઘુસીને છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, કચ્છના અંજારના વાઘોડીયા ચોકમાં, એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસીને 60 વર્ષીય ભાણજીભાઈ કાપડીયા ,અને તેમના પુત્રવધુ ડોક્ટર અંકિતા કાપડીયા ઉપર છરીવડે હુમલો કર્યો હતો. બનાવના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, લૂંટના ઈરાદે આ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા અંજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આ બનાવમાં પૈસાની લેતી દેતી કારણભૂત હોવાનું અનુમાન વ્યક્ત કરી રહી છે. પોલીસે આ અંગે ફરીયાદ નોંધી હુમલો કરનાર શખ્સને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article