ડાયાબિટીસ અંગે અવેર્નેસ કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

ડાયાબિટીસની બીમારી અંગે હાલમાં ઓછી અવેરનેસના કારણે છેલ્લા કેટલાય સમયથી ડાયાબિટીસની બિમારીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વિશ્વ ભરમાં 14 નવેમ્બરને વર્લ્ડ ડાયબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસને ધ્યાનમાં રાખી સેન્ટર ફોર એન્ડોક્રાઈન ડિઝીઝ એન્ડ ડાયાબિટીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અંગે એમ.ડી એન્ડોક્રિનોલોજિસ્ટ એન્ડ ડાયાબેટોલોજિસ્ટ ડૉ. વિવેક આર્યાએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ જેમાં લોકોનું નિદાન કરતા હોઈએ છીએ. ભારતમાં હાલમાં લોકોની અવેર્નેસ ઓછી છે. WHOના રિપોરર્ટ અનુસાર હાલ ભારતમાં 6થી 6.5 કરોડ લોકોમાં ડાયાબિટીસ નોંધાયો છે. જો આ પ્રકારની જ સ્થિતિ રહી તો2030 સુધી આ આંકડો 10 કરોડ સુધી પહોંચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજમાં એક એવી પણ માન્યતા છે કે વધારે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે પરંતુ એ વાત તદ્દન સાચી નથી. ગળી વસ્તુ એ ડાયાબિટિસમાં ડાયરેક્ટ ઈફેક્ટ નથી કરતું

Share This Article