આયુષ શર્મા-ઇસાબેલે કૈફ શરૂ કરશે શૂટિંગ

admin
1 Min Read

આયુષ શર્મા અને ઇસાબેલે કૈફ ઓક્ટોબરથી તેમની આગામી ફિલ્મ ‘ક્વાઠા’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મથી કેટરીના કૈફની બહેન ઇસાબેલે કૈફ તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. સલમાનની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ ‘લવરાત્રિ’ ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ હવે આ બીજી ફિલ્મમાં આયુષ શર્મા આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે…..

આર્મી ઓફિસરના રોલ માટે આયુષ શર્માએ ઘણી તૈયારી કરી છે. તેણે આ રોલ માટે ઇન્ટેન્સિવ તૈયારી કરી હતી જેમાં તેણે તેની બોડી અને લુક પર ખાસ ધ્યાન આપ્યું હતું. ઇસાબેલેએ બોલિવૂડ ડેબ્યુ કરતાં પહેલાં ન્યૂ યોર્કની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ચાર વર્ષની ટ્રેનિંગ લીધી હતી. કરણ લલિત બુટાણી આ ફિલ્મને ડિરેક્ટ કરવાના છે. તેમણે 2018માં આવેલી ફિલ્મ ‘ફેમસ’ ડિરેક્ટ કરી હતી. ‘ક્વાઠા’ ફિલ્મના પ્રોડ્યૂસર્સ સુનિલ જૈન અને આદિત્ય જોશી છે. ફિલ્મ આવતા વર્ષે 2020માં રિલીઝ થશે.

Share This Article