બનાસકાંઠા-અંબાજીમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવાયો

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના અંબાજી કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લામાં આવેલ શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ શ્રીઅંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી આર્ટસ અને કૉમર્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટ 2022ના રોજ આપનો દેશની આઝાદીના 75 વર્ષે પૂર્ણ થઈ જશે તેને ધ્યાનમાં લઈને 12 માર્ચ 2021ના રોજ મોદી સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની શરૂવાત કરવામાં આવી હતી. અને 15 ઓગસ્ટ 2023 સુધી આ કાર્યક્રમ ચાલશે એમ આ કાર્યક્રમ 75 અઠવાડિયા સુધી દેશમાં ચાલુ રહેશે.

તેના નેજા હેઠળ આજરોજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અને રાજદિપ એન્ટરપ્રાઇસ દ્વારા અંબાજી કોલેજમાં આઝાદીકી બાતના નામે વકૃત્વ સ્પર્ધા અને આઝાદી અંગે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વકૃત્વ સ્પર્ધામાં અંબાજી કોલેજના પાંચ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એમ.એસ.કોઠારી ,શંકરભાઇ ચાવડા, હર્ષદભાઈ દવે,કપિલ ઠાકર જેવા વિવિદ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article