કઠપૂતળી સાથે બાળકનો ડાન્સ વિડિયો વાયરલ

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવારનવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે તમારા ચહેરા પર મુસ્કાન લાવી દેતા હોય છે. ત્યારે આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનો બાળક પપેટ એટલે કે કઠપૂતળી સાથે ડાન્સ કરતુ જોવા મળી રહ્યું છે.

લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે બાળકની સાથે સાથે પપેટ પણ જબરદસ્ત ડાન્સ સ્ટેપ કરતુ જોવા મળી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં આવા બે વીડિયો વાયરલ થયા છે. જે બન્ને અલગ અલગ જગ્યાના છે. જોકે, તેમાં પપેટ સાથે બાળક ડાન્સ કરતું જોવા મળે છે. વા

યરલ થયેલ આ વિડિયોમાં નાનું બાળક પપેટ સાથે નજરે પડી રહ્યું છે. તે પપેટ સાથે ડાન્સ અને ક્યુટ હરકત કરતા દેખાય છે. એક વિડિયોમાં જોઈ શકાય છે કે બાળક પપેટને કિસ પણ કરે છે અને પછી તેની સાથે ડાન્સ કરવા લાગે છે. આ બન્ને વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે.

Share This Article