રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 229 તાલુકામાં વરસ્યો વરસાદ

admin
1 Min Read

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 229 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરવામાં આવે તો તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.

(File Pic)

આ ઉપરાંત સુરતના માંડવણીમાં 10 ઈંચ, તાપીના વ્યારામાં 8 ઈંચ અને ગીર સોમનાથના તલાલામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આણંદના વિવિધ પંથકોમાં પણ ગત મોડી રાત્રે સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં જિલ્લાના પેટલાદ, ખંભાત, સોજીત્રામાં પણ 3-3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

(File Pic)

બીજીબાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં 24 કલાકમાં સામાન્ય વરસાદ રહેશે. તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી 79 ટકા વરસાદ નોંધાયો છે.

Share This Article