બનાસકાંઠા : ડીસાના ભોપાનગર વિસ્તારમાં જૂથ અથડામણ

admin
1 Min Read

ડીસાના ભોપનાગરના ત્રિકમવાડી વિસ્તારમાં રહેતા સૈલેસ્ભાઈ પાનાભાઇ સરાણીયા જમીને બહાર નીકળ્યા હતા. તે દરમિયાન તેઓના સમાજના રોમાં ભીખા સરાણીયા, દેવા કોના સરાણીયા તેમજ અજય સોના સરાણીયા તથા હબીબ પંચાલ (રહેણાંક જુના ડીસા) સ્વીફ્ટ અનર બોલેરો ગાડી લઈને આવ્યા હતા. બાદમાં આ તમામ શખ્સોએ લોખંડની પાઈપ લઈને શૈલેષભાઈ પર હુમલો કર્યો હતો. તેઓ અપશબ્દો બોલી પીઠ પર પાઈપો વડે માર મારતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જોકે બનાવના પગલે આસપાસમાંથી લોકો એકત્રિત થઇ જતા શૈલેષભાઈને છોડાવવામાં આવ્યા હતા. તે બાદ આ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમાકો પણ આપી હતી. જોકે તેના પછીના દિવસે પણ મામલો બીચકતા ફરીથી મારામારી સર્જાતા પાંચથી વધુ લોકો ઘાયલ થયા હતા. બનાવના પગલે ડીસા પોલીસ તત્કાલ ઘટના સ્થળે આવી પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ મારામારીમાં પાંચથી વધુ લોકો ઘાયલ થતા તેઓને સારવાર મતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

Share This Article