બનાસકાંઠા : લાખણી તાલુકાના પેપળુ ગામમાં બોગસ ડોક્ટર આવ્યો સામે

admin
1 Min Read

બનાસકાંઠામાં કેટલાક સમયથી ડેન્ગ્યૂ, ન્યુમોનિયા, મેલેરિયા સહિતનાં રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે લાખણી તાલુકાના પેપળુગામમાં ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરને ત્યાં તડકો પડયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં આવા બોગસ તબીબોની સામે આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માગ કરાઇ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે લાખણી તાલુકાની પ્રજા આરોગ્યની સારવાર માટે અન્યત્ર જવું પડે છે અન્યથા ગામે ગામ દુકાન ખોલીને બેઠેલા મુન્નાભાઇ એમબીબીએસ પર લોકોને નિર્ભર રહેવું પડે છે. લાખણી તાલુકાના ગામોમાં બોગસ તબીબોની સંખ્યા ખૂબ વધી રહી છે. કેમ કે,  આરોગ્ય વિભાગનાં સરકારી દવાખાનાઓમાં તબીબોની જગ્યા વર્ષોથી ખાલી પડી છે, જેના પરિણામે લોકોને ના છૂટકે બોગસ તબીબો પાસે જવું પડે છે. આવા બોગસ ડોક્ટરો દર્દીઓને એક્સપાઇરી ડેટવાળી દવાઓ આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે.

 

 

Share This Article