હરિયાણા પોલીસની ટ્રાફિક મુદ્દે અજબ પહેલ

admin
1 Min Read

અહીં આજકાલ એક ASI દ્વારા લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. ચંડીગઢ ટ્રાફિક પોલીસમાં 2012થી સેવા આપી રહેલા ભૂપેન્દ્ર સિંહ દલેર મહેંદીના ગીત ‘બોલો તારા… રા…રા’નું નવું વર્ઝન જાતે બનાવ્યું છે અને નો પાર્કિંગના સ્થળે ગાડી પાર્ક કરતા લોકોને આ ગીતથી જાગૃત કરે છે. આ ગીતનો વીડિયો જેવો વાયરલ થતાં જ ભૂપેન્દ્ર સિંહ સ્ટાર બની ગયો છે. દલેર મહેંદીએ પણ તેની પ્રશંસા કરી છે. દલેહ મહેંદીએ જણાવ્યું કે, મને આનંદ છે કે ચંડીગઢ પોલીસ મારા ગીતની ધુન પર લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરી રહી છે. ભૂપેન્દ્ર સિંહ અત્યાર સુધી નો પાર્કિંગ, નવા ટ્રાફિક નિયમોના કારણે વધેલી દંડની રકમ, છોકરીઓ માટે હેલમેટ અનિવાર્ય, નો હોર્ન જેવા અનેક વિષયો પર ગીત લખી ચૂક્યા છે અને આ ગીતોને પોતે જ અવાજ આપ્યો છે. ભુપેન્દ્ર સિંહ ચંડીગઢ પોલીસમાં આમ તો 1987માં જોડાયા હતા. વર્ષ 2012માં તેમની બદલી ચંડીગઢ ટ્રાફિક પોલીસમાં કરાઈ હતી. ઝી મીડિયા સાથેની વાતચીતમાં ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી 20થી વધુ ગીત ગાયા છે અને આ બધા જ ગીત તેમણે ટ્રાફિક નિયમો સંબંધિત બનાવ્યા છે. તેમનું માનવું છે કે, આ ગીતોના કારણે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવી છે.

 

Share This Article