બનાસકાંઠા- ડિસાના ઇન્દીરાનગર નજીક આઈસરે મહિલાને મારી ટક્કર

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ડિસાના ઇન્દીરાનગર નજીક આઈસરની ટક્કરથી મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતબાદ આઈસર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી મુજબ ડિસા તાલુકાના ખેટવા ગામ ના સોનાબેન મગનભાઈરબારી ઉંમર વર્ષ: 52 તેમજ મગનભાઈ હમીરભાઈ રબારી તેમજ રાજાભાઈ મલાભાઈ રબારી ત્રણેય જણાવો આજ રોજગુરૂવાર ની વહેલી સવારે લાખણી તાલુકાના નાના કાપરા લગ્નપ્રસંગે મામેરામાં જવા માટે ઈન્દીરાનગર રોડ ની સાઇડ માં ડિવાઈડર ઉપર સાધન ની રાહ જોઈ ઊભા હતા

Banaskantha- An Eiser woman was killed near Indiranagar in Disa

તે દરમિયાન ડિસા તરફથી આવતું ફુલ ફાસ્ટ અને ગફલતભરેલુ ડ્રાઇવિંગઆઈસર GJ 12 BT 1496 આઈસર ચાલકે ડ્રાઈવીગ પર થી કાબુ ગુમાવતા રોડ ની સાઇડ માં ડિવાઈડર પર સાધન ની રાહજોઈ ઉભેલા ત્રણ ઇસામો માં બે ઈસામો નો આબાદ બચાવ થયેલ છે જેમાં સોનાબેન મગનભાઈ રબારી ને ટક્કર મારતાં ધટનાસ્થળે મોત નિપજ્યું હતું અને આઈસર ચાલક આઈસર મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત ની જાણ પ્રસરી જતાં ધટના સ્થળેલોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભિલડી પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. મૃતક નું પી.એમ ભિલડી પ્રાથમિકઆરોગ્ય કેન્દ્ર માં કરાવી લાશ વાલી વારસદારો ને સોંપી હતી. જેનો આઈસર ચાલક વિરૂધ્ધ અકસ્માતીક ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article