બનાસકાંઠા: વડગામના ધારાસભ્યને આવેદનપત્ર અપાયું

admin
1 Min Read

વડગામના વિદ્યાર્થીઓએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરીતિના પગલે વિદ્યાર્થીઓના હક માટે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લડવાની ખાત્રી પણ આપી હતી. જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિધાનસભા ઘેરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા વધુ એકવાર વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર બિનસચિવાલયના ઉમેદવારોએ રોષ ઠાલવ્યો છે. તેમાં પરીક્ષા રદ્દ કરવાની પરીક્ષાર્થીઓએ માંગ કરી છે. મહત્વનું છે કે, આ પરીક્ષા બાદ વોટ્સએપમાં કેટલાક સ્ક્રિનશોટ વાયરલ થયા હતા. તો કેટલીક જગ્યા પર પેપરના સીલ તૂટેલા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

 

આપને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં હોબાળો થયો હતો. એમ.પી.શાહ કોમર્સ કોલેજના પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાના પેપરના સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગેરરીતિ આચરવાના હેતુથી સીલ તૂટેલા હોવાનો પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. પરીક્ષાર્થીઓએ ઉગ્ર હોબાળો કરતા સ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Share This Article