જામનગર: જર્જરિત પુલનું સમારકામ કરવા ઉઠી લોકમાંગ ,વર્ષો પેહલા બનાવેલો પુલ છે જર્જરિત હાલતમાં

admin
1 Min Read

રાજ્યમાં જર્જરિત પુલનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે.ત્યારે જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર વર્ષો પહેલાં બનાવવામાં આવેલો પુલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ખાબકે તેવી શકયતા છે.જામનગરનું પ્રવેશ દ્વાર પર જે પુલ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો તે હાલ જર્જરિત હાલતમાં છે.અહીંથી મોટી સંખ્યામાં રાહદારીઓ અને ભારે વાહન તેમજ નાના વાહનો પસાર થતા હોય છે.કાલાવડ નાકા પાસે જુનવાણી પુલ પરથી રોજ ભારે વાહનો પસાર થતા હોય છે.ત્યારે નબળો પુલ ધરાશાયી થશે તો મોટું નુકસાન થવાની શકયતા છે.વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જેનબ ખફી તેમજ અસલમ ખીલજી અવારનવાર જર્જરિત પુલ વિશે લેખીત તેમજ મૌખીક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.રાજ્યમાં છેલ્લા 15 વર્ષ પહેલા બનેલા ૧૧૭ જેટલા પુલ હાલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટે તેવી શક્યતા છે. જામનગરના જર્જરિત પુલને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Share This Article