બનાસકાંઠા : અંબાજીમાં પોલીસ દ્વારા દબાણ કામગીરી કરાઈ ,બેઠેલા લારીવાળાઓને દૂર કરાયા

admin
1 Min Read

અંબાજીમાં પોલીસકર્મીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. મળતી વધુ માહિતી અનુસાર આજરોજ યાત્રાધામ અંબાજીમા પોલીસકર્મીઓ દ્વારા યાત્રાધામ અંબાજીના મુખ્ય માર્ગો પર દબાણ કરીને બેઠેલા લારીઓવાળાને પોલીસ કર્મીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજીમાનો પાર્કીંગ ઝોનનુ બોર્ડ લગાવવામાં આવ્યા બાદ પણ વાહન મૂકતા ડ્રાઈવરો પાસેથી પણ આર ટી નિયમ અનુસાર મેમો ફાડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં મોદી સરકારે દેશની પ્રજાને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ અને સભાનતા લાવવા નવો મોટર વિહિકલ એકટ લાગુ કર્યો છે. જેમાં કેટલીક કડક જોગવાઇઓ કરવામાં આવી છે. આ નવા મોટર વિહિકલ એકટ પાછળનો હેતુ અને ઉદેશ્ય ઘણા જ સારા અને ઉમદા છે. નવા મોટર વિહિકલ એક્ટ-ર૦૧૯ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે એ કાયદો બની ગયો છે. આ અંતર્ગત વાહનોનાં નિયમોમાં ભંગ બદલ વધુ કડક જોગવાઇ કરવામાં આવી છે. તેવામાં રસ્તાઓ પર કબજો કરીને બેઠેલા લારીવાળાઓના દબાણ માટે પણ પોલીસ કડક પગલાં લઇ રહી છે. જેમાં અંબાજીમાં પોલીસકર્મીઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. પોલીસકર્મીઓ દ્વારા યાત્રાધામ અંબાજીના મુખ્ય માર્ગો પર દબાણ કરીને બેઠેલા લારીઓવાળાને પોલીસ કર્મીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

Share This Article