જુનાગઢ :એસટી બસ સ્ટેશનમાં સુવિધાઓ ગાયબ

admin
1 Min Read

કેશોદ એસટી ડેપોનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ હતુ જેના હજુ સવા વર્ષ બાદ છતમાંથી પ્લાસ્ટરના પોપડા ખરવા લાગ્યા હતા,છત ઉપરથી પોપડા મુસાફરોને બેઠક ઉપર પડ્યા હોવાનો બનાવ બન્યો હતો. સદનશીબે કોઈ જાનહાની કે મુસાફરોને ઈજા પહોંચી ન હતી ત્યાર બાદ પણ પ્લાસ્ટરન પોપડા પડ્યા હતા ત્યારે કેશોદ બસ સ્ટેશનનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ તેમા ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી હતી

છતા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવી નહી હોય તેવુ લાગી રહ્યું છે અને જો તપાસ થઈ હોય તો જવાબદાર સામે પગલા લેવામાં આવ્યા હશે? અત્રે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન તા. ૮.૧૦.૨૦૧૭ ના રોજ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ કેશોદ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવ નિર્માણ કરવામાં આવ્યો હતો.

Share This Article