જુનાગઢ : માંગરોળ રોડ પર વીજપોલ તુટયો

admin
1 Min Read

કેશોદના શરદ ચોક નજીક માંગરોળ રોડના મુખ્ય માર્ગમાં બપોરના સમયે એક દુકાને માલસામાન ઉતારવા આવેલી ટ્રક રીવર્શ લેતા સમયે વિજપોલ સાથે ટ્રક અથડાતા વિજ પોલ વચ્ચેથી તુટી જતાં વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વિજ પુરવઠો બંધ થવાના ત્રણ કલાક બાદ પણ પીજીવીસીએલ દ્વારા વિજ લાઈન રીપેરીંગ કરવા કોઈ આવ્યુ ન હોવાથી લાંબો સમય વિજ પુરવઠો બંધ રહેતા આજુબાજુના વેપારીઓએ ભારે પરેશાની ભોગવી હતી.

ટ્રકની ઠોકરે વીજ પોલ તુટતા ટ્રક ચાલક સામે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામા આવશે કે કેમ તેમજ ટ્રક ચાલક પાસેથી તુટેલા  વિજપોલની નુકશાનીનુ વળતર લેવામાં આવશે કે કેમ તે જોવાનુ રહ્યું છે,પણ ત્રણ કલાક સુધી વિજ પુરવઠો બંધ રહ્યા છતાં પણ પીજીવીસીએલ તંત્ર દ્વારા વિજ લાઈન રીપેરીંગ કરવામા ન આવતા લાંબા સમય સુધી વિજ પુરવઠો શરૂ  નહી થાય આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ઉલેખનીય છે કે માલસામાન ઉતારવા આવેલી ટ્રક રીવર્શ લેતા સમયે વિજપોલ સાથે ટ્રક અથડાતા વિજ પોલ વચ્ચેથી તુટી જતાં વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. વિજ પુરવઠો બંધ થવાના ત્રણ કલાક બાદ પણ પીજીવીસીએલ દ્વારા વિજ લાઈન રીપેરીંગ કરવા કોઈ આવ્યુ ન હોવાથી લાંબો સમય વિજ પુરવઠો બંધ રહેતા આજુબાજુના વેપારીઓએ ભારે પરેશાની ભોગવી હતી.

Share This Article