બનાસકાંઠા : પરિવારથી વિખૂટ પડેલી બેનને પરિવાર સાથે મિલન કરાવ્યું

admin
1 Min Read

વડોદરાની યુવતી પાર્વતીબેન ઈશ્વરભાઈ વસાવા  પોતાના મામા ને ઘરે ટીંબા ગામે ગઈ હતી ત્યાંથી ભૂલી પડેલ યુવતી રસ્તો ભૂલી જતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખાપા ગામે પહોંચી હતી.ત્યારે અમીરગઢ પોલીસ ગુરુવારે પેટ્રોલીંગ દરમિયાન આ યુવતીને જોઈ પૂછતાછ કરતા તે ભૂલ થી અહીં આવી ગયા હોવાંનું જણાવતા અમીરગઢ પોલીસે વડોદરા યુવતીના પરીવાર ને સંપર્ક કરી શુક્રવારે પરિવાર ને શોપી હતી. પાર્વતીબેન પોતાના મામાને ઘરે ત્રણ દિવસ રોકાયા બાદ પરત વડોદરા જવા નીકળેલ આ યુવતીને કોઈ અજાણ્યા વાહન ચાલકે રાજસ્થાન તરફ જતા હાઇવે  પર ઉતારી દેતા આ યુવતી ભૂલી પડી ગઇ હોવાની વિગતો અમીરગઢ પોલીસે વડોદરા પોલિશ નો સંપર્ક કરી સોશિયલ મીડિયા ના માધ્યમથી આ યુવતીના ફોટોગ્રાફ મોકલતા વડોદરા પોલીસે યુવતીએ આપેલા સરનામે જઈ તપાસ કરી હતી. ત્યાર બાદ યુવતીનો પત્તો લાગ્યા બાદ. શોધખોળ કરતા પરિવારે અમીરગઢ ખાતે દોડી આવ્યા હતા ભાઈ-બહેન પિતાએ રેશનકાર્ડનો પુરાવો રજૂ કરતા  અમીરગઢ પોલીસે  આ યુવતીનો કબ્જો પરિવાર ને સોંપી તેણીનું પરિવાર સાથે  મિલન કરાવ્યું હતું..

Share This Article