સુન્ની ડેફ ફાઉન્ડેશનનો છઠ્ઠો એજ્યુકેશન સેમિનાર યોજાયો

admin
1 Min Read

સુરત, સલાબતપુરા વાંકાનેરી હોલ ખાતે સુન્ની ડેફ ફાઉન્ડેશન નો મુંક બધિરો માટે છઠ્ઠો એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો.કુદરતે માનવ શરીરમાં જુદા જુદા પ્રકારના અંગો આપ્યા છે. અને દરેકનો ખુબ મહત્વ હોય છે. ખાસ કરી કુદરતે લોકોને બોલવા માટે આવાજ નો સ્વર અને સાંભળવા માટે કાન આપ્યા છે. જેના કારણે આપણે એક બીજા સાથે વાતચીત કરી સાંભળી શકતા હોય છે.મુંક-બધિર પણ સમાજ નો એક હિસ્સો છે. કે જેઓ બોલી કે સાંભળી નહીં શકતા. પરંતુ જીવન જરૂરી દરેક કાર્યમાં સામાન્ય માણસો ની સાથે આગળ વધી રહ્યો છે.અહીં વાત છે સુરત ની ગોપીપુરા પાસે રેહતા સૈયદ આમિર અને યાસીન દારોગા જે મુંક-બધિર લોકો ની સંસ્થા ચાલવી શિક્ષણ,ધાર્મિક , તેમજ સામાજિક જવાબદારી શું છે. તે અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજી રહ્યા છે.ચાલુ વર્ષે સલાબતપુરા વાંકનેરી હોલ ખાતે સુન્ની ડેફ ફાઉન્ડેશન દ્વારા છઠ્ઠા વાર્ષિક એજયુકેશન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભાગલેવા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, સહિતના રાજ્યો માંથી મુંક-બધિર યુવક યુવતીઓ આવ્યા હતા. વધુમાં સંસ્થાના પ્રમુખ સૈયદ આમિરે વધુ જણાવતા કહ્યું કે આવનાર દિવસોમાં ડેફ યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરાશે.

Share This Article