બનાસકાંઠા : દિવાળીને આડા હવે ગણતરીના દિવસો બાકી – વેપારીઓ પોતાની તડામાર તૈયારીમાં લાગ્યા

admin
1 Min Read

ગ્રાહકોને દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ શુદ્ધતા સભર, વ્યાજબી ભાવે સાચી કોન્ટેક્ટ માં મળી રહે તે માટે વહીવટી તંત્રે કમર કસી છે.. જેને લઇને આજે સાંજના સુમારે દાંતા તાલુકા મથકે તાલુકાના મીઠાઈ અને ફરસાણ ના વેપારીઓ સહિત ફટાકડાના વેપારીઓની એક બેઠક મદદનીશ કલેકટર ની અધ્યક્ષતા માં યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને ફરસાણ કપાસિયા તેલમાં જ ના ભાઈ સાચા તોલ માપમાં વેચાય તે માટે સુચના કરવા માં આવી હતી  જ્યારે મીઠાઈ માં વપરાતા માવા  અને અન્ય સામગ્રી  શુદ્ધ અને સાત્વિક વાપરવામાં આવે તે માટે પણ વેપારીઓને તાકીદ કરાયા હતા જો કે ખાસ કરીને તહેવારોની સિઝનમાં મીઠાઈ તથા ફરસાણ ના ઊંચા ભાવ ન લેવાય અને વ્યાજબી ભાવે વસ્તુ વેચાય તે માટે ફરસાણના ભાવો પણ વેપારીઓની સલાહ-સુચન થી નક્કી કરાયા હતા જ્યારે સમગ્ર તાલુકામાં ફટાકડાના માત્ર છ  જ લાયસન્સ( પરવાના )  આપવામાં આવ્યા છે ત્યારે વગર લાઇસન્સે ધમ ધમતી અનેક ફટાકડાની હાટડીઓ સામે તંત્ર લાલ આંખ કરે તે માટે પોલીસ ને કડક સૂચના આપવામાં આવી છે જ્યારે ફટાકડાની દુકાનમાં કોઇ ઘટના ન બની જાય તે માટે સાવધાની ના તમામ પગલા અને અગ્નિશામક સામગ્રી તૈયાર રાખવા વેપારીઓને સુચના કરાઇ હતી , આ બેઠકમાં ફૂડ અને ડ્રગ તેમજ તોલમાપના અધિકારીઓ સહિત આરોગ્ય અધિકારીઓને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા

 

Share This Article