બનાસકાંઠા : ગત વર્ષના બનાવથી ડીસા નગરપાલિકા અજાણ…?

admin
1 Min Read

પાલનપુર સહિત ડીસા શહેરમાં ફટાકડાના સ્ટોલ લાગવાની તૈયારી થઈ રહી છે જોકે સ્થળ પર માટી કે પાણી ભરેલી ડોલ અગ્નિશામક સાધનોનો કેટલીક જગ્યાએ અભાવ જોવા મળ્યો છે. તેવી જ રીતે ડીસામાં પણ અનેક સ્ટોલમાં અગ્નિશામક સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ગત વર્ષે ડીસામાં નગરપાલિકાની સામે આવેલી એક ફટાકડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પરંતુ તેના વિશે અધિકારીઓ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ ફરી તેવો બનાવ ન બને તે માટે નગરપાલિકા સજાગતા દાખવી મોટા ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠવા પાણી છે. ડીસા શહેરમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળે છે. આ ફટાકડાના સ્ટોલને ડીસા નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પરમિશન આપવામાં આવી નથી અને ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકાના અધિકારીઓ ફટાકડાના સ્ટોલ પર અને ગોડાઉનમાં પરમીટ વગરના સંગ્રહને પકડી કાયદેસરની કાર્યવાહી કરે તેવી પ્રબળ માગ ઉઠવા પાણી છે.

Share This Article