વડોદરા : શિનોર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ…

admin
1 Min Read

ચોમાસું વિધિવત રીતે સંપન્ન થયા બાદ પણ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વડોદરાના શિનોર પંથકમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે એકબાજુ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વડોદરાના શિનોર પંથક ઉપરાંત રાજ્યના અમરેલી પંથકમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ હતું.  કમોસમી વરસાદને લઈને ખેતીના પાકમાં ભારે નુકશાનની આશંકા પણ સેવવામાં આવી રહી છે.  ચોમાસાની ઋતુએ વિદાય લઈ લીધી છે અને દિવાળીનો તહેવાર પણ નજીક છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે તહેવાર સમયે જ વરસાદ શરુ થઈ જતા લોકોની દિવાળીની મજામાં પણ ભંગ પડી શકે છે. નતો વરસાદી ઝાપટાંના લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.

Share This Article