બનાસકાંઠા ગુંદરી ચેક પોસ્ટનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પાસે ગેસના ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ગેસ ટેન્કરમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ,  બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પાસે શોર્ટ સર્કિટના કારણે એક ગેસ ટેન્કર ભડભડ સળગવા લાગ્યુ હતું. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા આખે આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું. જોકે ગેસ ટેન્કરનો ચાલક સમય સુચકતા વાપરી ટેન્કરમાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, તે સામાન્ય દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ટેન્કરમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે જાણ થતા ડીસા સહિતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધી ટેન્કર બળીને ખાખ થઈ ગયુ હતું.

Share This Article