હાર્દિકનો બેબી સ્ટેપમાં ચાલતો વીડિયો થયો વાઈરલ

admin
1 Min Read

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પીઠના નીચેના ભાગમાં લંડનમાં સફળતા પૂર્વક સર્જરી થઈ ગઈ છે. સર્જરીના લગભગ 4થી 5 દિવસ પછી હાર્દીક પંડ્યાએ ચાલવાની શરૂઆત કરી દીધી છે. મંગળવારે મોડી રાત્રે તેણે સર્જરી બાદનો પોતાનો ચાલતો 57 સેક્ન્ડનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો. જે ખૂબ જ વાઈરલ થયો હતો અને તેમના ફેન્સે પણ જલ્દીથી સારો થઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિકે જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેના કેપ્સનમાં તેણે લખ્યું હતું કે, બેબી સ્ટેપ.. પરંતુ મારી પૂરી ફિટનેસની શરૂઆત આ સ્ટેપથી અહીંથી જ થઈ જાય છે. શુભેચ્છાઓ અને સમર્થન માટે આપને ધન્યવાદ. મહત્વનું છે કે હાર્દિકે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે બીજા વ્યક્તિનો સહારો લઈને ધીમે ધીમે ચાલતો જોવા મળી રહ્યો છે. સાથે જ તે વ્હીલ ચેર પર જોવા મળી રહ્યો છે.

Share This Article